તલાટી

મહેસુલ તલાટી પરીક્ષા સિલેબસ 2019 ની માહિતી

મહેસુલ તલાટી પરીક્ષા સિલેબસ

નમસ્કાર મિત્રો ! આજે અમે તમારા માટે આવનારી પરીક્ષા મહેસુલ તલાટી નો સિલેબસ લઈને આવ્યા છીએ. મહેસુલ તલાટી ના સિલેબસ થી તમે જાણી શકશો કે તમારે ક્યાં વીષય માં વધુ મહેનત ની જરૂર છે અને ક્યાં વીષય માં ઓછી મહેનત ની જરૂર છે. મહેસુલ તલાટી નો સિલેબસ જોઇને એ પણ સમજાસે કે ક્યાં ક્યાં વીષય માં ક્યાં ક્યાં મુદ્દા છે અને આપને ક્યાં મુદ્દા પર વધુ મહેનત કરવાની જરૂર છે.

મહેસુલ તલાટી પરીક્ષા સિલેબસ

૧. સામાન્ય જ્ઞાન : ૩૫ ગુણ

૨. ગુજરાતી ભાષા અને વ્યાકરણ : ૩૫ ગુણ

૩. ગણિતશાસ્ત્ર : ૧૫ ગુણ

૪. અંગ્રેજી વ્યાકરણ : ૧૫ ગુણ

૧. સામાન્ય જ્ઞાન અને બુધ્ધિ કૌશલ્ય  : ૩૫ ગુણ

 • સામાન્ય વિજ્ઞાન અને  ભારત ના બંધારણ વિશે
 • તાજેતર ના મહત્વ ના રાષ્ટ્રીય મુદ્દાઓ અને બનાવો વિશે
 • ગુજરાત ની મહત્વ ની બાબતો અને કુદરતી સંપતિ વિશે
 • ગુજરાત ની વિભિન્ન ખેતી અને ઉદ્યોગો વિશે
 • ગુજરાત નો સાહિત્ય વારસો જેમ કે કલા, ધર્મ, સાહિત્ય વગેરે
 • સામાન્ય બૌધિક કસોટી અને ખેલ જગત વિશે
 • ગુજરાત ની રાજનીતિ અને અર્થવ્યવસ્થા વિશે
 • પંચાયતી રાજ વિશે
 • મહાગુજરાત આંદોલન વિશે
 • રાજ્ય ની સ્થાપના અને ત્યાર પછી ની મહત્વ ની ઘટનાઓ વિશે
 • વિભિન્ન ક્ષેત્રે દેશ માં મહિલાઓનો ફાળો અને મહત્વ ના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અને બનાવો વિશે.

૨. ગુજરાતી ભાષા : ૨૦ ગુણ અને ગુજરાતી વ્યાકરણ : ૧૫ ગુણ. કુલ ગુણ : ૩૫

 • સમાસ શોધો
 • છંદ શોધો
 • અલંકાર શોધો
 • સંધિ છોડો અથવા જોડો
 • સમાનર્થી અને વિરોધી શબ્દો શોધો
 • શબ્દસમૂહ માટે એક શબ્દ
 • કહેવતો ઉકેલો
 • રૂઢીપ્રયોગો નો અર્થ શોધો વગેરે વ્યાકરણ.

૩. ગણિતશાસ્ત્ર : ૧૫ ગુણ

 • નંબર સિસ્ટમ
 • લ.સા.અ. ગુ.સા.અ. શોધો
 • અપૂર્ણાંક શોધો
 • સાદું રૂપ આપો
 • ધનમૂળ અને વર્ગમૂળ ઉકેલો
 • સરાસરી શોધો
 • ઉમર આધારિત પ્રશ્નો
 • ટકાવારી શોધો
 • નફો ખોટ શોધો
 • ધાત અને ધાતાંક શોધો
 • સમય અને કાર્ય
 • ભાગીદારી
 • સમય અને અંતર શોધો
 • કામ અને મહેનતાણું શોધો
 • સાદું વ્યાજ અને ચક્રવુધ્ધિ વ્યાજ શોધો
 • ધનફળ અને ક્ષેત્રફળ શોધો

૪.અંગ્રેજી વ્યાકરણ : ૧૫ ગુણ

 • Article
 • Tense
 • Preposition
 • Idioms
 • Active-passive
 • Phrases
 • Direct-Indirect speech
 • Vocabulary
 • Reading Comprehension

મિત્રો ! તો આ હતો મહેસુલ તલાટી પરીક્ષા નો સિલેબસ છે. હવે આપણે એ જાણીસુ કે કઈ રીતે પરીક્ષા ની તૈયારી કરવી. આપણાં મા દ્રઢ વિશ્વાસ હોય તો માઉન્ટ અવેરેસ્ટ પણ પાર કરી જઈએ. તો જરૂર છે આપણાં માં આત્મવિશ્વાસ ની કે જેનાથી આપણે નિશ્ચિત કરી શકીએ કે હું આજે આટલું તો વાંચીસ જ અને યાદ પણ રાખીશ.

આપણે સૌથી પહેલા પરિક્ષા ના સિલેબસ ને ધ્યાન રાખીને વાંચન કરવું જોઈએ અને એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે સમય ને કઈ રીતે ગોઠવીએ છીએ એ માટે આપણે ટાઈમ ટેબલ જરૂર થી બનાવવું જોઈએ. આ બધું ધ્યાન રાખીને વાંચન કરશું તો જરૂર આપણ ને સફળતા મળશે.

આપણે જો એકવાર આપણા  મગજ  મા વિચારી લીધું કે મારે પરીક્ષા ની તૈયારી કરવી જ છે તો સૌથી પહેલા સિલેબસ ને ધ્યાન મા રાખીને એક પ્લાન બનાવવો કે આપની પાસે કેટલો સમય છે અને એ સમય  મા આપણે સુ સુ કરવું પડશે અને આ બધુ કરવા માટે આપણે એક ટાઇમ ટેબલ બનાવવું જોઈએ અને જે વિષય મા તમે થોડા નબળા છો તે વિષય ને થોડો વધુ સમય આપવો અને જો આપણે આ રીતે વાંચન કરસુ તો સફળતા મળશે જ. જો આપણે આત્મવિશ્વાસ રાખીએ કે હું કરી જ સકીસ તો બધુ આસાની થી થઇ જાશે. આપણે જે રીતે સિલેબસ મા હોય તે જ રીતે વિષય પ્રમાણે વાંચન કરવું અને જે વિષય વાંચી લીધો હોય તે વિષય ના મહત્વપૂર્ણ મુદ્દા એક અલગ બૂક મા નોધી લેવા અને બધા વિષય ની બૂક અલગ અલગ રાખવી જેથી કરીને વાંચવા મા સરળતા રહે. બધા વિષય નું વાંચન પૂર્ણ થઇ જાય પછી એક પછી એક પેપર ઉકેલવા જેથી આપણ ને ખબર પડે કે આપણી યાદશક્તિ કેટલી છે અને આપણે યાદ કેટલું રાખી શકીએ છીએ.

પરીક્ષા માટે એક પોતાનું ગ્રુપ બનાવવું જોઈએ જેનાથી બધા યુવાનો વચ્ચે પ્રતિયોગીતા રહે અને વાંચન પણ વ્યવસ્થિત થાય અને નવા નવા મુદ્દા પણ જાણવા મળે. સોશિયલ મીડિયા મા પણ અત્યારે ઘણા બધા ગ્રુપ ના ઓપ્શન ઉપલબ્ધ છે જેમ કે Facebook, WhatsApp,  Twitter, Telegram વગેરે મા સ્પર્ધાત્મક પરીક્ષા થી જોડાયેલા લાખો યુવાનો તમને મળી જાશે.

પરીક્ષા મા પાસ થવા માટે તમારે શુદ્ધ , એકાંત અને શાંત વાતાવરણ મા વાંચન કરવું જોઈએ જેનાથી તમે એકાગ્ર થઈને વાંચન કરી શકો. જો તમારા ઘર પાસે પુસ્તકાલય હોય તો તમે ત્યાં જઈને પણ વાંચી શકો છો અથવા ઘર મા એક અલગ રૂમ રાખીને પણ વાંચી શકો છો.

ઘણા લોકો મહેનત થી વધુ અંધવિશ્વાસ મા માને છે. તો પહેલા તમે એ જાણી લ્યો કે વિશ્વાસ અને અંધવિશ્વાસ મા બહુ ફર્ક હોય છે. તમે જો વગર મહેનત એ વિચારતા હો કે ભગવાન તમને પાસ કરી દેશે તો એ તમારી ભૂલ છે. તમે અંધવિશ્વાસ ના રાખો પણ ભગવાન પર વિશ્વાસ રાખો કે તમે જેટલી મહેનત કરશો ભગવાન એટલું તમને ફળ જરૂર થી આપશે.

ઘણા લોકો ૫ થી ૬ પરીક્ષા મા નાપાસ થાય તો હિંમત હારી જાય છે અને તૈયારી કરવાનું મૂકી દે છે તે બહુ ખોટી વાત છે તમારા દ્વારા કરવા મા આવેલી સૌથી મોટી ભૂલ આ જ છે. ક્યારેય હાર માનવી નઈ તમે નાપાસ થયા છો તો એનું કારણ શોધો કે શેના કારણે હું નાપાસ થયો અને મેં શું શું ભૂલ કરી, જો આ વાત તમે જાણી લેશો તો તમને અચૂક સફળતા મળશે.

જેમ પરીક્ષા નો સમય પાસે આવે તેમ  રીવીઝન કરવાનું શરુ કરી દયો, અલગ અલગ પેપર ઉકેલો , નિશ્ચિત સમય નક્કી કઈ ને એટલા જ સમય મા પ્રશ્નપત્ર ઉકેલો જેથી તમને ખબર પડશે કે તમારે કેટલી સ્પીડ ની આવશ્યકતા છે. પરીક્ષા મા નેગેટીવ ગુણ થી બચવાનું હોય છે એટલે જોઈ વિચારી ને જવાબ આપવો અને હમેશા ખોટા જવાબ ન લખવા સાચા જવાબ પર જ ટીક માર્ક કરવું.

આ ઉપર ની બધી ટીપ્સ તમને પરીક્ષા મા ઘણી ઉપયોગી બનશે અને તમને સફળતા પણ મળે એવી આશા રાખું છુ.

Leave a Reply